Archive for the ‘rare’ Category
એક સુંદર ગીત…ફિલ્મ “શગૂફા” થી….
અમુક દિવસો પહેલા ક્યાંકથી એક ગીત સાંભળ્યું, જયારે પહેલી વખત સાંભળ્યું ત્યારે કઈ ખાસ ના લાગ્યું પણ પછી સતત બે દિવસ સુધી મનમાં આ જ ગીત ગણગણતો રહ્યો, છેવટે ફરી આ ગીત સાંભળ્યું, લગભગ સાતેક વખત સાંભળ્યું, ત્યારે લાગ્યું કે આ ગીત પણ એવા બીજા ઘણા ગીતોની યાદીમાં મૂકી શકાય કે જેના વ્યસની થઇ જવાય એવું છે.
આ ગીત ફિલ્મ ‘શગૂફા’નું છે. આ ફિલ્મ ૧૯૫૩માં રીલીઝ થઇ હતી જેમાં પ્રેમનાથ, બીનારાય અને રાજેન્દ્રનાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મનાં ગીતો લખ્યા હતા રાજેન્દ્ર કૃષ્ણને અને સંગીત આપ્યું હતું સી. રામચંદ્ર એ.
આ ગીતની વિશેષતા એની સાદગીમાં છે. એકદમ સરળ ધૂન, ઓછા વાદ્યો, અને અતિ મધુર ગાયકી. લતા મંગેશકરે ઓળઘોળ થઈને આ ગીત ગાયું છે. પિઆનોથી થતી શરૂઆત ખૂબ સુંદર છે. આખુંય ગીત જાણે એક પ્રવાહમાં વહી જાય છે.
તો સાંભળો આ સુંદર ગીત ” અપના પતા બતા દે….”
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
बहार आयी मगर इस दिल की वीरानी नहीं जाती
चला आ, ख़ाक वीरानों की अब छानी नहीं जाती
क़सम तेरी तेरे ग़म में ये हालत हो गयी मेरी
के सूरत मौत से भी अब तो पहचानी नहीं जाती
अपना पता बता दे या मेरे पास आ जा
दिल है उदास आ जा -२
दम रुक गया लबों पर आवाज़ आखरी है
मेहमान कोई दम की, मजबूर ज़िंदगी है
ले दे के रह गयी है मरने की आस आ जा
दिल है उदास आजा -२
अपना पता बता दे …
रुकने लगी हैं नव्झे थर्रा रही हैं आँखें
मूँह फेर कर जहाँ से अब जा रही हैं आँखें
होठों पे इल्तेजा है बस एक बार आ जा
दिल है उदास आजा -२
अपना पता बता दे …
अपना पता बता दे या मेरे पास आ जा
दिल है उदास आ जा -२
સ્વ. શ્રી પરેશ ભટ્ટ… ‘રોજ એક લીલું પાન ફૂટે…’
કેમ છો મિત્રો… રાગેશ્રી પર મારા ખૂબ પ્રિય એવા અદભૂત સંગીતકાર, ગાયક સ્વ. શ્રી પરેશ ભટ્ટની એક રચના ‘હજો હાથ કરતાલ…’ પોસ્ટ કરેલી. આજે ફરી આ ઋજુ કલાકારને યાદ કરીએ. આજની પોસ્ટમાં પણ પરેશ ભટ્ટનું કોમ્પોઝીશન અને ગાયન સાંભળીએ. શબ્દો છે..” રોજ એક લીલું પાન ફૂટે ને થાય કે તારો કાગળ છે…”
ખૂબ રૂહાની કોમ્પોઝીશન, સીધો હૃદયમાંથી આવતો પરેશભાઈનો અવાજ… ખૂબ ઓછા વાદ્યો અને છતાં અદભૂત, લાગણીશીલ રચના…
જો તકનીકી દ્રષ્ટીએ આ કોમ્પોઝીશનને જોઈએ તો…. પરેશભાઈના લગભગ બધા કોમ્પોઝીશનના અંતરાઓના રાગ અલગ અલગ હોય છે, એટલે ખૂબ વૈવિધ્યસભર અનુભવ થાય. મને ગમતી એક વાત અહી મુકવાનું મન થાય છે કે પરેશભાઈ સાહિત્યમાં પણ એટલું જ નૈપુણ્ય ધરાવતા હશે કારણકે તેઓનાં કોમ્પોઝીશન ગીત કે ગઝલના શબ્દો ને અનુરૂપ હોય છે, તેઓ પોતાના કોમ્પોઝીશન દ્વારા શબ્દોનો ભારોભાર અનુભવ કરાવે છે, જેમકે પ્રસ્તુત રચનામાં બીજા અંતરામાં “દૂર” શબ્દ દૂરતાનો સચોટ ખ્યાલ આપે છે.
જૂની કેસેટમાંથી ટ્રાન્સફોર્મ કર્યું હોવાથી સાઉન્ડ ક્વોલીટી ઠીક ઠીક છે. આ રચનાના કવિ વિષે માહિતી નથી.
તો સાંભળીએ આ સુંદર કોમ્પોઝીશન….
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
રોજ એક લીલું પાન ફૂટે ને થાય કે તારો કાગળ છે,
મારો જવાબ તને ભીંજવતો કેવું (?)
મારો જવાબ તો વાદળ છે…
રોજ રોજ કાગળ માં એવું વંચાય કે પાનેતર ઓઢી તું આવશે,
કંકુ ને ચોખા ને શ્રીફળ ની સાથે
રૂમઝુમતું સપનું તું લાવશે…
કેસરી સાફો બાંધી લે માથે,
અને માની લે ભર્યું આંગણ છે….
રોજ એક લીલું…
તારો સંદેશ મારા લોહી માં ઓગળી લાવે છે તોફાની પૂર
ભાળું તને હું મારી નિકટ ભલે હોય તું જોજાને દૂર…
લીલા આ પાન ને વાંચી ને રોજ રોજ,
ભીની આ મારી પાંપણ છે….
રોજ એક લીલું…
‘उदास पानी’ – गुलज़ार
गुलज़ार साहब उन कुछ हस्तियोंमें से है जिनका परिचय देने के लिए शब्दप्रयोग करना उचित नहीं है… गुलज़ार महसूस करने के लिए है… उनकी एक नज़म हमारी कितनी घडिया..कितनी रातें बसर कर देती है I कभी कभी तो ये लगता है की हमारी सोच जहा ख़तम होती है वहा उनकी सोच शुरू होती है I उनके शब्दप्रयोग भी बड़े ही अनूठे है, औरो की रचनाओं में ऐसे प्रयोग कम ही दिखाई देते है… चाँद और सूरज को तो गुलज़ार जेब में लेकर घुमते है, जहा मर्जी चाहा जेब से निकाल कर किसी के भी साथ जोड़ दिया I तो आज उनकी ही एक नज़म सुनते है, उनकी ही आवाज़ में…
यह नज़म गुलज़ार की एक rare album ” उदास पानी” से है, इस album की खासियत ये है की इसमे अलग अलग राग पर आधारित fusions है जो की विख्यात music composer अभिषेक राय ने compose किये है, और साथ ही में गुलज़ार साहब की नज़म, उन्ही की आवाज़ में… really, a wonderful experience….
प्रस्तुत नज़म का title है “अलाव” और साथ में जो fusion बज रहा है वो राग दरबारी में है I दरबारी में गाये गए आलाप एवं बजाये गए सितार और वायोलिन काबिल-ए-दाद है I
तो लीजिये सुनिए एक बेहतरीन दुर्लभ गुलज़ारिश….
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ये रहे नज़म के बोल…
रात भर सर्द हवा चलती रही
रात भर हमने अलाव तापा
मैंने माजी से कई खुश्क सी शाखें काटीं
तुमने भी गुजरे हुये लम्हों के पत्ते तोड़े
मैंने जेबों से निकालीं सभी सूखीं नज़्में
तुमने भी हाथों से मुरझाये हुये खत खोलें
अपनी इन आंखों से मैंने कई मांजे तोड़े
और हाथों से कई बासी लकीरें फेंकी
तुमने पलकों पे नामी सूख गयी थी, सो गिरा दी |
रात भर जो भी मिला उगते बदन पर हमको
काट के दाल दिया जलाते अलावों में उसे
रात भर फून्कों से हर लोऊ को जगाये रखा
और दो जिस्मों के ईंधन को जलाए रखा
रात भर बुझते हुए रिश्ते को तापा हमने |

