Archive for April, 2010
તરાના – પંડિત રવિશંકર
છેલ્લા ઘણાં સમય થી રાગેશ્રીમાં આ અદભૂત ચીજ પોસ્ટ કરવાનું વિચારતો હતો. આ અદભૂત ચીજ એટલે એક ‘તરાના’, પંડિત રવિશંકર દ્વારા દિગ્દર્શિત, રશિયાનાં પાટનગર મોસ્કો ખાતેનાં વિખ્યાત એવા ક્રેમલીનમાં ૧૯૮૮ માં ભજવાયેલ. આ તારાનામાં સિતાર સાથે ઘણાં વેસ્ટર્ન વાદ્યો પણ છે જેમ કે ઈંગ્લીશ હોર્ન, ઓબો, અને સીન્ફોની સ્ટ્રીન્ગ્સ. આ તરાના રાગ અડાણા પર આધારિત છે. ખુબ સુંદર રીતે તબલા પર આડો તીનતાલ વાગે છે. વચ્ચે એક જગ્યાએ બંગાળી શૈલી પણ સાંભળવા મળશે. ગાયકી તો લાજવાબ છે જ, તેની સાથે સાથે બંને સ્ત્રી-પુરુષ ગાયકો વચ્ચે ગાયકીમાં ગજબ નો સુમેળ છે.
તરાના એ શાસ્ત્રીય સંગીતની એક એવી ચીજ છે કે જેમાં ફક્ત તાલ વાદ્યોનાં જ શબ્દો, એટલે કે બોલ બોલવાના હોય છે. અમુક વખતે સરગમ પણ આવે. શાસ્ત્રીય સંગીતનું નામ આવે એટલે ઘણાં લોકો બાઈક ની કીક મારવા માંડતા હોય છે પણ તરાના આ ઘટનામાં થી બાકાત રહે છે. સામાન્ય રીતે તરાના સાંભળવામાં ખૂબ મજા પડતી હોય છે તેનું કારણ છે ગાયન શૈલી, લય તેમ જ તાલ વાદ્યો ની સંગત તેમ જ બોલ.
તો ચાલો સાંભળીએ આ સુંદર તરાના…
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
