Subscribe Raageshree

Enter your email address:

Delivered by FeedBurner

March 2010
M T W T F S S
« Feb   Apr »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Archive for March 6th, 2010

PostHeaderIcon સ્વ. શ્રી પરેશ ભટ્ટ… ‘રોજ એક લીલું પાન ફૂટે…’

Paresh Bhattકેમ છો મિત્રો… રાગેશ્રી પર મારા ખૂબ પ્રિય એવા અદભૂત સંગીતકાર, ગાયક સ્વ. શ્રી પરેશ ભટ્ટની એક રચના ‘હજો હાથ કરતાલ…’ પોસ્ટ કરેલી. આજે ફરી આ ઋજુ કલાકારને યાદ કરીએ. આજની પોસ્ટમાં પણ પરેશ ભટ્ટનું કોમ્પોઝીશન અને ગાયન સાંભળીએ. શબ્દો છે..” રોજ એક લીલું પાન ફૂટે ને થાય કે તારો કાગળ છે…”

ખૂબ રૂહાની કોમ્પોઝીશન, સીધો હૃદયમાંથી આવતો પરેશભાઈનો અવાજ… ખૂબ ઓછા વાદ્યો અને છતાં અદભૂત, લાગણીશીલ રચના…
જો તકનીકી દ્રષ્ટીએ આ કોમ્પોઝીશનને જોઈએ તો…. પરેશભાઈના લગભગ બધા કોમ્પોઝીશનના અંતરાઓના રાગ અલગ અલગ હોય છે, એટલે ખૂબ વૈવિધ્યસભર અનુભવ થાય. મને ગમતી એક વાત અહી મુકવાનું મન થાય છે કે પરેશભાઈ સાહિત્યમાં પણ એટલું જ નૈપુણ્ય ધરાવતા હશે કારણકે તેઓનાં કોમ્પોઝીશન ગીત કે ગઝલના શબ્દો ને અનુરૂપ હોય છે, તેઓ પોતાના કોમ્પોઝીશન દ્વારા શબ્દોનો ભારોભાર અનુભવ કરાવે છે, જેમકે પ્રસ્તુત રચનામાં બીજા અંતરામાં “દૂર” શબ્દ દૂરતાનો સચોટ ખ્યાલ આપે છે.
જૂની કેસેટમાંથી ટ્રાન્સફોર્મ કર્યું હોવાથી સાઉન્ડ ક્વોલીટી ઠીક ઠીક છે. આ રચનાના કવિ વિષે માહિતી નથી.
તો સાંભળીએ આ સુંદર કોમ્પોઝીશન….

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


રોજ એક લીલું પાન ફૂટે ને થાય કે તારો કાગળ છે,
મારો જવાબ તને ભીંજવતો કેવું (?)
મારો જવાબ તો વાદળ છે…


રોજ રોજ કાગળ માં એવું વંચાય કે પાનેતર ઓઢી તું આવશે,
કંકુ ને ચોખા ને શ્રીફળ ની સાથે
રૂમઝુમતું સપનું તું લાવશે…
કેસરી સાફો બાંધી લે માથે,
અને માની લે ભર્યું આંગણ છે….
રોજ એક લીલું…


તારો સંદેશ મારા લોહી માં ઓગળી લાવે છે તોફાની પૂર
ભાળું તને હું મારી નિકટ ભલે હોય તું જોજાને દૂર…
લીલા આ પાન ને વાંચી ને રોજ રોજ,
ભીની આ મારી પાંપણ છે….
રોજ એક લીલું…

મનગમતા બ્લોગ્સ
Visitor in the world
Locations of visitors to this page
disclaimer
इस साईट का हेतु अच्छे संगीतको संगीतप्रेमियों तक पहुचाना एवं लोकप्रिय बनाना है | ज्यादा से ज्यादा लोग अच्छे संगीतको सुनें , उसकी कद्र करें, गीत-संगीत एवं हर कला से जुड़े कलाकारोंकी कद्र करें, यही इस साईटका ध्येय है | इस अव्यावसायिक साईट पर प्रकाशित संगीत या अन्य किसी सामग्री से कोपीराईट का उल्लंघन होता है तो कृपया सूचन करें | सूचना पर त्वरित कार्यवाही की जायेगी |
Powered By Indic IME