Archive for March, 2010
સ્વ. શ્રી પરેશ ભટ્ટ… ‘રોજ એક લીલું પાન ફૂટે…’
કેમ છો મિત્રો… રાગેશ્રી પર મારા ખૂબ પ્રિય એવા અદભૂત સંગીતકાર, ગાયક સ્વ. શ્રી પરેશ ભટ્ટની એક રચના ‘હજો હાથ કરતાલ…’ પોસ્ટ કરેલી. આજે ફરી આ ઋજુ કલાકારને યાદ કરીએ. આજની પોસ્ટમાં પણ પરેશ ભટ્ટનું કોમ્પોઝીશન અને ગાયન સાંભળીએ. શબ્દો છે..” રોજ એક લીલું પાન ફૂટે ને થાય કે તારો કાગળ છે…”
ખૂબ રૂહાની કોમ્પોઝીશન, સીધો હૃદયમાંથી આવતો પરેશભાઈનો અવાજ… ખૂબ ઓછા વાદ્યો અને છતાં અદભૂત, લાગણીશીલ રચના…
જો તકનીકી દ્રષ્ટીએ આ કોમ્પોઝીશનને જોઈએ તો…. પરેશભાઈના લગભગ બધા કોમ્પોઝીશનના અંતરાઓના રાગ અલગ અલગ હોય છે, એટલે ખૂબ વૈવિધ્યસભર અનુભવ થાય. મને ગમતી એક વાત અહી મુકવાનું મન થાય છે કે પરેશભાઈ સાહિત્યમાં પણ એટલું જ નૈપુણ્ય ધરાવતા હશે કારણકે તેઓનાં કોમ્પોઝીશન ગીત કે ગઝલના શબ્દો ને અનુરૂપ હોય છે, તેઓ પોતાના કોમ્પોઝીશન દ્વારા શબ્દોનો ભારોભાર અનુભવ કરાવે છે, જેમકે પ્રસ્તુત રચનામાં બીજા અંતરામાં “દૂર” શબ્દ દૂરતાનો સચોટ ખ્યાલ આપે છે.
જૂની કેસેટમાંથી ટ્રાન્સફોર્મ કર્યું હોવાથી સાઉન્ડ ક્વોલીટી ઠીક ઠીક છે. આ રચનાના કવિ વિષે માહિતી નથી.
તો સાંભળીએ આ સુંદર કોમ્પોઝીશન….
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
રોજ એક લીલું પાન ફૂટે ને થાય કે તારો કાગળ છે,
મારો જવાબ તને ભીંજવતો કેવું (?)
મારો જવાબ તો વાદળ છે…
રોજ રોજ કાગળ માં એવું વંચાય કે પાનેતર ઓઢી તું આવશે,
કંકુ ને ચોખા ને શ્રીફળ ની સાથે
રૂમઝુમતું સપનું તું લાવશે…
કેસરી સાફો બાંધી લે માથે,
અને માની લે ભર્યું આંગણ છે….
રોજ એક લીલું…
તારો સંદેશ મારા લોહી માં ઓગળી લાવે છે તોફાની પૂર
ભાળું તને હું મારી નિકટ ભલે હોય તું જોજાને દૂર…
લીલા આ પાન ને વાંચી ને રોજ રોજ,
ભીની આ મારી પાંપણ છે….
રોજ એક લીલું…